ઝાલોદ તાલુકાના ધાવડીયા મુકામેથી ટાવેરા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો : 2,99,680 નો મુદ્દામાલ ઝાલોદ પોલીસ દ્વારા ઝડપાયો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૭
નાયબ પોલીસ મહાનિર્દેશક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે તેમજ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમા લેવા ઉદ્દેશથી દારૂની ગેર કાયદેસર હેરાફેરી તેમજ સેવન કરતા ઇસમો પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદ તથા ઈન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.બારીયા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન ધાવડીયામા વોચમાં રહી
પેટ્રોલીંગ દરમિયાન ધાવડીયા મુકામે થી રાજૂ નામના આરોપી પ્રતિબંધિત વિસ્તારમાં પાસ પરમિટ વગર ગેર કાયદેસર રીતે પોતાની કબજાની સિલ્વર કલરની ટાવેરા ગાડી MH.06.AB.6981મા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તેમજ અન્ય વસ્તુથઇ 99,680 રૂપિયાનો તેમજ ટાવેરા ગાડી 2,00,000 થઇ 299680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે તેમજ બે આરોપી ફરાર થઈ ગયેલ છે તે અંગેની પોલીસ ફરિયાદ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે

