સોસાયટીમાં જી.આર.ડી,હોમગાર્ડના પોઇન્ટની આસપાસમાં તસ્કરોનો હાથફેરો : ફતેપુરા તાલુકાના સુખસરમાં બંધ મકાનોને નિશાન બનાવતા તસ્કરો : ત્રણ મકાનોમાં ચોરી
રિપોર્ટર : ગગન સોની
સુખસર તા.૦૯
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સંતરામપુર હાઇવે માર્ગ ઉપર આવેલ સાંઈનગર સોસાયટીમાં ગતરાત્રિના ત્રણ જગ્યાએ ચોરી થવા પામેલ હોવાનું જાણવા મળે છે.તેમાં મૂળ પાટડીયાના વતની અને સુખસરના સંતરામપુર હાઇવે માર્ગ ઉપર પોતાની દુકાન તથા રહેણાંક મકાન ધરાવે છે.સાઈનગર સોસાયટીની સામે રહેતા ભુપેન્દ્રભાઈ મોતીલાલ કલાલ નાઓ કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.જેઓ દિવસ દરમિયાન વેપાર ધંધો કર્યા બાદ રાત્રિના સમયે દુકાન બંધ કરી વતન પાટડીયા ગામે જાય છે. જેઓ ગુરૂવારના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની દુકાન બંધ કરી જતા રહ્યા હતા.જ્યારે રાત્રિના સમયે તાળા તોડી અજાણ્યા ચોર લોકો દુકાનમાં પ્રવેશ્યા હતા.અને દુકાનમાંથી એક તેલનો ડબ્બો તથા રોકડ પરચુરણ રૂા. ૧,૫૦૦ સહિત એક એક લીટરના તેલના પાઉચો તેમ તેમજ વિમલ તથા મસાલાના પેકિંગો ચોર લોકો ચોરી ગયા હતા.જેમાં દુકાનમાંથી ૧૫ હજાર ઉપરાંતની ચોર લોકો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે.
જ્યારે ચંદન કુમાર શાંતિલાલ જીનગર સુખસરના સુખસરેશ્વર મહાદેવજી મંદિર સામે કાપડની દુકાન ધરાવે છે.જેઓ ૨૪ કલાક વાહનોથી ધમધમતા સંતરામપુર હાઇવે માર્ગ રોડ ઉપર આવેલ સાઈનગર સોસાયટીમાં પોતાનું રહેણાંક મકાન ધરાવે છે.અને તેઓ ત્યાં જ રહે છે.પરંતુ કોઈ કારણોસર ગતરોજ તેમના બીજા મકાન ઉપર રાત્રિના સમયે ઊંઘવા માટે ગયા હતા.તે દરમિયાન સાઈનગર સોસાયટી વાળા મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું.અને મકાનના કાળા તોડી મકાનની અંદર પ્રવેશ કરી તિજાેરી વિગેરેની તોડફોડ કરી તિજાેરીમાંથી રોકડ રૂપિયા ૨.૫૦ લાખ જ્યારે કબાટની તોડફોડ કરી તેમાંથી રૂપિયા ૧૫ હજાર રોકડા સહિત ત્રણ તોલા સોનાના દાગીનાની ચોર લોકો ચોરી કરી ગયા હોવાનું ચંદનકુમાર જીનગર દ્વારા જાણવા મળ્યું હતું.
તેમજ બાજુમાં આવેલ પ્રવીણભાઈ ભીખાભાઈ સંગાડા સાઈ નગર સોસાયટીની બાજુમાં પોતાનું મકાન ધરાવે છે જેઓ હાલ બહારગામ મજૂરી કામે ગયેલા છે જ્યારે બે નાના છોકરાઓ ઘરે રહે છે જેઓ રાત્રિના સમયે મકાનને તાળું મારી બાજુમાં રહેતા તેમના કાકાના ઘરે ઊંઘવા માટે જતા રહેછે.જેનો ગેરલાભ ઉઠાવી કોઈ જાણ ભેદુ તસ્કરો દ્વારા ગત રાત્રીના પ્રવીણભાઈ સંગાડાના મકાનને નિશાન બનાવી ચોર લોકોએ તાળું તોડી મકાનની અંદર પ્રવેશ્યા હતા.અને રોકડ તથા એક પિત્તળનું બેઢુ ચોર લોકો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે. આમ ગતરાત્રિના સુખસર સાંઈનગર સોસાયટીમા તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવી કુલ રૂપિયા ૪.૫૦ લાખની માલમત્તાની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે ચોરીનો ભોગ બનેલા રહીશો દ્વારા રૂબરૂ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું.
અહીંયા નોંધનીય બાબત એ પણ છે કે,સુખસરમાં જ્યારે-જ્યારે સુખસરમાં નાની-મોટી ચોરીના બનાવો બને છે તે જ્યાં રાત્રિ સમયે હોમગાર્ડ/ જીઆરડીનો પોઇન્ટ હોય તેની આસપાસ માંથી ચોરી થવાના બનાવો આગાઉ પણ બની ચૂક્યા છે.જ્યારે હાલમાં પણ ચોરી થઈ છે તેમાં હોમગાર્ડ/જીઆરજીના પોઇન્ટથી બરાબર સામે આશરે ૧૦૦ ફૂટના અંતરે જ્યારે રહેણાંક મકાન ૫૦ ફૂટના અંતરે તેમજ બાજુમાં ૨૫ મીટરના અંતરે ચોરીનો બનાવ બનવા પામેલ છે.ત્યારે રાત્રિ ફરજ બજાવતા હોમગાર્ડ જીઆરડીના જવાનો પોઇન્ટ ઉપર હાજર રહે છે કે કેમ?કે પછી રાત્રી સમયે આસપાસની જાનમાલ મિલકતનું રક્ષણ કરવાના બદલે ઊંઘી જાય છે?જાે હોમગાર્ડ જીઆરડી પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેતા હોય તો રાત્રી સમયે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે છે કે કેમ?તે પણ એક સવાલ છે !