જંબુસરના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું : જમીન પ્રકરણમાં વર્ષો બાદ આવેલા ત્રીજી પેઢીના વારસદારની વારસાઈ નોંધ મંજૂર કરવાના હુકમને ઐતિહાસિક ગણવો કે સંદિગ્ધ !
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જંબુસર ગામે પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં એક શિક્ષકે ભાજપાનો ખેંસ ધારણ કરી લેતાં આ સંબંધે ગ્રામજનો દ્વારા શિક્ષક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
દેવગઢ બારીઆ તાલુકાના જંબુસર ગામના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવેલ આવેનદનપત્રમાં જણાવ્યાં અનુસાર, જંબુસર પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં શિક્ષક કોલચા બાબુભાઈ નવજીભાઈ તા. ૦૫મી જુલાઈ ૨૦૨૨ના રોજ ખોટી રજા મુકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનવા માટે ગાંધીનગર સી.આર. પાટીલની કમલમ ઓફિસમાં ખેસ, ટોપી પહેરી રાજકીય હાથો બનવામાં રસ ધરાવતાં હોય તો ગામના બાળકોનું ભવિષ્ય જાેખમમાં મુકી પોતાની મરજી પડે તેમ શાળામાં આવે અને વારંવાર આવુ કૃત્ય કર્યાં કરતાં હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યાં હતાં. વધુમાં ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, આ શિક્ષકને સસ્પેન્ડ કરી જિલ્લા બહાર ડી.ઓ. કરી તેમનું એગ્રીમેન્ટ બંધ કરવા તથા તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સાથે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર મુખ્ય મંત્રીના બંગલા સામે ભુખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.