ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને ઇ-ગુજકોપ વડે એક ક્રુઝર ગાડીના કેસમાં મળી સફળતા : સીમલખેડી ગામેથી ચોરી થયેલ એક ક્રુઝર ચોરીનો ભેદ ઉકેલતી લીમડી પોલિસ : આરોપી ઝડપાયો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૯
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓએ ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ જે અન્વયે મદદનીસ પોલીસ અધિ. વિજયસિંહ ગુજ્જર ઝાલોદ ડીવીઝન નાઓએ જરૂરી માર્ગદર્શન પૂરી પાડેલ તથા એચ.સી.રાઠવા સી.પી.આઈ ઝાલોદ નાઓની રાહબરી હેઠળ 07-07-2022 લીમડી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી લીમડી પો.સ્ટે. વિસ્તારના પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે લીમડી તથા સીમલખેડી ગામેથી ચોરીમાં ગયેલ બે ગાડીઓમાની એક ક્રુઝર ગાડી મધ્યપ્રદેશ તરફથી ચાકલિયાના બુરવાડાના જંગલના રસ્તે થઈને દાહોદ તરફ જવાની છે જે બાતમીના આધારે વોચમાં રહી ચોરીમાં ગયેલ એક ગાડી સહિત એક ઈસમ સુનિલભાઈ હુકમભાઈ હીરવે,રહે.સગડીયાવ,તા.સનાવદ, જી.ખરગોન ( મધ્યપ્રદેશ )નો રહેવાસી જે નંબર પ્લેટ વગરની ગાડી લઈ લઈ જતો હતો જેને ઇ-ગુજકોપ પોકેટ કોપ દ્વારા સદર ગાડીના એન્જિન તથા ચેસીસ નંબર સર્ચ કરતા સદર ગાડી લીમડીથી ચોરાયેલી હતી જેથી આરોપીને અટક કરી રીમાન્ડ પર લીધેલ છે જેથી આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલા બીજા આરોપીઓ ને પકડી શકાય.

