સીંગવડના સુડીયા ગામે જમીન સંબંધી મામલે ૬ જણાએ ચારને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે જમીન સંબંધી મામલે ૬ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગત તા.૭મી જુલાઈના રોજ સીંગવડ તાલુકાના સુડીયા ગામે રહેતાં બદીયાભાઈ મડીયાભાઈ ચારેલ, રાકેશભાઈ નરસીંગભાઈ ચારેલ, નરેશબાઈ સુરમલભાઈ ચારેલ, ટીકલાભાઈ બદીયાભાઈ ચારેલ, પીયુષભાઈ રમણભાઈ ચારેલ અને સુરમલભાઈ મડીયાભાઈ ચારેલનાઓએ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લોખંડની પાઈપ તેમજ લાકડીઓ લઈ ગામમાં રહેતાં મુકેશભાઈ બચુભાઈ ચારેલના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની પાઈપ વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મુકેશભાઈને, સબુરભાઈ ભુરકાભાઈને, મસુલભાઈ ભુરકાભાઈ, મલસીંગભાઈ સબુરભાઈને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મુકેશભાઈ બચુભાઈ ચારેલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.