વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૯૯૯૧ નાગરિકો સહભાગી થયા : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૯ કાર્યક્રમો યોજાયા
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ત્રણ રથ ગામે ગામ પરિભ્રમણ કરી રહ્યાં છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં દાહોદ, ઝાલોદ અને સીંગવડ તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કર્યું હતું. આ દિવસો દરમિયાન કુલ ૧૯ કાર્યક્રમો યોજાયા હતા અને ૯૯૯૧ જેટલા નાગરિકો આ વિકાસ યાત્રામાં સહભાગી થયા હતા. જિલ્લામાં વિવિધ વિકાસના ૯૨ જેટલા કામોનું લોકાર્પણ કરાયું હતું અને ૫૩ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રણે રથો જે પણ ગામમાં જાય છે ત્યાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર રથનું સ્વાગત કરાઇ રહ્યું છે. પરંપરાગત પધ્ધતિથી કકું તિલક અને શ્રીફળ સાથે રથનું સ્વાગત કરાઇ છે. તેમજ રથ સાથે દર્શાવવામાં આવતી વિકાસ ફિલ્મને રસપૂર્વક લોકો નિહાળે છે. ગ્રામ જનો મોટી સંખ્યામાં વંદે ગુજરાત વિકાસ યાત્રામાં સહભાગી થઇ રહ્યાં છે.
આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા દાહોદ, ઝાલોદ અને લીમખેડાના વિવિધ ગામોમાં પહુચી હતી. જયાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ધામધુમ સાથે સ્વાગત કર્યુ હતું. અહીં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થી નાગરિકોને લાભની વહેચણી કરાઇ હતી. લોકોને પોતાના ગામમાં જ વિવિધ યોજનાઓના લાભો મળતા તેઓ ખુશખુશાલ થયા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાયો છે ત્યારે દાહોદમાં આગામી તા. ૧૯ જુલાઇ સુધી જિલ્લામાં વિકાસ યાત્રાના રથ વિવિધ ગામોમાં યોજનાકીય લાભો પહોંચાડી રહ્યાં છે. તેમજ રાજ્યે છેલ્લા બે દાયકામાં કરેલી વિકાસ યાત્રાની ગાથા પણ ગ્રામજનો સુધી પહોંચી રહી છે.