ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા ધાવડીયા મુકામે હિન્દુ જન જાગૃતિ અંગે મીટિંગ યોજાઈ : સંતો મહંતોની હાજરીમાં મીટિંગ યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૧
ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા ધાવડીયા ગામે સંતો, મહંતો અને કાર્યકર્તાઓની એક મીટિંગ યોજાઈ હતી, આ મીટીંગમાં ધર્માંતરણ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી ભોળા લોકો લાલચમાં આવી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે તેમને રોકવા તેમજ જેમણે ધર્મ પરિવર્તન કરેલ છે તેમને ફરી હિન્દુ ધર્મ સાથે જોડવા અંગે ચર્ચા કરાઇ હતી. ગામડે ગામડે ફરી લોકોને હિન્દુ ધર્મ અંગે જાગૃતિ લાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ આજના યુવાનોમા રાષ્ટ્ર સેવા તેમજ ધર્મ સેવા અંગે વધુ જાગૃત થાય તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવે અને ગુરુ ગોવિંદજીના કાર્યો જનસમાજમાં ફરી ઉજાગર કરવા અંગે ભાર મુકવામાં આવ્યો હતો.આમ હિન્દુ ધર્મ વધુ મજબૂત બને તે રીતે કાર્ય કરવાં આવેલ કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું
