વાસિયાધામ ખાતે બેણેશ્વર ધામની સ્વર્ણશિખર પ્રતિષ્ઠાનું આયોજન
રિપોર્ટર : ગગન સોની










દાહોદ તા.૧૧
સંજેલી તાલુકાના વાસીયા ધામ વાંસીયા ખાતે અચ્યુતાનદજી મહારાજ પધાર્યા હતા. શ્રી હરિમંદિર સ્વર્ણશિખર પ્રતિષ્ઠા મહોત્સવ બેણેશ્વર ધામ રાજસ્થાનના આયોજનની મિટીંગ યોજાઈ હતી. જેમાં દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ બેણેશ્વર ધામના મહંદનું સ્વાગત કર્યું હતુ. ગાદીપતિ અચ્યુતાનંદજીની આરતી કરવામાં આવી હતી. અને દર્શનનો લ્હાવો લીધો હતો. દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યુ હતુ કે ગુરૂ મહારાજ માવજી મહારાજે અગાઉના સમયમાં કહેલી સત્યવાણી સાચી પડી રહી છે. માવજી મહારાજના કહ્યા પ્રમાણે જ બધુ થઈ રહ્યું છે. અચ્યુતાનંદ સ્વામીએ પણ ઉપસ્થિત ભક્તજનોને આશીર્વાદ વચન આપ્યા હતા.

