ઝાલોદ નગરના કાળિયા તળાવ પ્રાથમિક જવા આવવાનો રસ્તો બનાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું : પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકોની ચિંતા કરતા આવેદનપત્ર અપાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૩
ઝાલોદ નગરના કાળિયા તળાવ મુકામે એક થી પાંચ સુધીની પ્રાથમિક શાળા ચાલે છે અને આ શાળામાં આજુ બાજુના વિસ્તારમાંથી લગભગ 150 જેટલા બાળકો સ્કૂલે અભ્યાસ કરવા આવે છે. શાળાના આવવા જવા માટે હાલમાં સર્વોદય વિદ્યાલય મુનખોસલા શાળાથી કાળિયા તળાવ પ્રા.શાળા વચ્ચે કાચો રસ્તો છે અને તે પણ નીચાણવાળા ભાગમાં ખાડા ટેકરા વાળો રસ્તો છે અને જેથી આ રસ્તામાં ચોમાસામાં વરસાદનું પાણી ભરાઈ જાય છે અને શિયાળામાં નહેરમાં પાણી આવતા રસ્તામાં પાણી ભરાઈ જાય છે જેથી નાના બાળકોને શાળામાં આવવા જવા માટે મોટી તકલીફનો સામનો કરવો પડે છે .આ રસ્તા વાળી જમીન સરકારી ગોચર જમીન છે જેથી આ રસ્તા પર બાળકોને આવવા જવા માટે નવો આર.સી.સી રોડ બનાવી આપવા અંગેનું આવેદન કાળિયા તળાવના પ્રા.શાળાના આચાર્ય દ્વારા મામલતદાર ઓફિસ ખાતે આપવામાં આવ્યું