ઝાલોદ નગરની સિયોનગર સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના : ૧૮૭૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૪

ઝાલોદ નગરના સિયોનગર સોસાયટીમાં રહેતા સીલ્વાસન ઓની સિમસભાઇ ૧૧-૦૭-૨૦૨૨ના  રોજ કામ અર્થે વડોદરા ગયેલ હતા કામ પતાવી ૧૨-૦૭-૨૦૨૨ના રોજ આસરે રાત્રે દોઢ વાગે ઘરે પરત ફરેલ ત્યાં આવીને જોતા મકાનનું તાળું તૂટેલ જણાઈ આવેલ જેથી વધુ તપાસ કરતા ઘરના કબાટના તથા તિજોરીના તાળા તૂટેલા જોવાયેલ હતા.જેથી વધુ તપાસ કરતા કબાટો તથા તિજોરીમાં મુકેલ સોનું તથા દાગીનાની ચોરીની ઘટના બનેલ હોવાનું માલુમ પડયું ,જેમાં સોનું આસરે ૧,૩૭ ૦૦૦ અને રોકડ ૫૦,૦૦૦ મળી કુલ ૧,૮૭,૦૦૦ના સામાનની ચોરી થયેલ છે.જે અંગે ઝાલોદ પોલિસ સ્ટેશનના શિલવાસનભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: