દાહોદ તાલુકાના ખરોડ ગામનો બનાવ : બે ફોર વ્હીલર ગાડીની ચોરી થતાં ખળભળાટ મચ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ તાલુકાના ખરોડ ગામેથી એકજ રાત્રીમાં એક સાથે બે ફોર વ્હીલર ગાડીઓની અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કલબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ તાલુકાના ખરોડા ગામે વાણીયા વાવ ફળિયામાં રહેતાં જયેશભાઈ દાઉદભાઈ નિનામાએ ગત તા.૧૨મી જુલાઈના રોજ પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી અને અન્ય એક ઈકો ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને ગાડીઓને રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જયેશભાઈ દાઉદભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોર ટોળકી સક્રિય બની છે. દિન દહાડે મોટરસાઈકલ ચોરી સહિત ફોર વ્હીલર વાહનોની ચોરીની ઘટનામાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. વાહન ચોરીઓની ઘટનાને પગલે જિલ્લાવાસીઓમાં આક્રોશ સહિત વાહન ચોરી ટોળકીઓના ત્રાસને પગલે ફફડાટ પણ ફેલાયો છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સત્વરે વાહન ચોર ટોળકીઓને ઝબ્બે કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે તેવી લાગણી અને માંગણી જિલ્લાવાસીઓમાં ઉઠવા પામી છે.