ઝાલોદ નગરના પી.એસ.આઈ બારીયાનો વિદાય સમારંભ એ.એસ.પી ગુજ્જર સાહેબ તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં યોજાયો : નવાં પી.એસ.આઈ મૂકેશ માળી સાહેબને એ.એસ.પી ગુજ્જર સાહેબ તથા સ્ટાફ દ્વારા આવકારવામાં આવ્યા
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૫
ઝાલોદ નગરના પી.એસ.આઈ તરીકે ફરક બજાવતા એસ.એન.બારીયાની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો તેમજ નવાં પી.એસ.આઈ ને આવકાર વિધિ કાર્યકમ યોજાયો હતો. ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા એસ. એન. બારીયાની બદલી અન્ય પોલીસ સ્ટેશનમાં થતા અને તેમની જગ્યાએ નવા પી.એસ.આઇ. માળી સાહેબને આવકાર વિધિ તેમજ બારીયા સાહેબને વિદાય કાર્યકમ યોજાયો .
આ પ્રસંગે ઝાલોદના એ.એસ.પી ગુજ્જર સાહેબ , લીમડીથી પી.એસ.આઈ ડામોર સાહેબ, ચાકલીયા પોલીસ સ્ટેશનથી ચૌહાણ સાહેબ, પત્રકાર, ગામના આગેવાનો અને ઝાલોદ પોલસસ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો અને ફૂલ પેરાવી નારિયળ આપી અને બારીયા સાહેબને વિદાય અને માળી સાહેબને આવકાર્ય હતા. ઝાલોદ નગરના વિદાય થઈ રહેલા પી.એસ.આઈ બારીયા દ્વારા ઝાલોદ નગરમાં કોરોના કાળ દરમ્યાન ખૂબ સુંદર કામગીરી કરી હતી. તેમજ તેઓ દ્વારા ફરજ દરમિયાન કાર્યકાળમા સદા પ્રજાની પડખે ઉભા રહી ઉત્તમ કામગીરી કરવામાં આવેલ હતી. સદા લોકો વચ્ચે રહી તેમની ઉત્તમ કામગીરીથી તેમણે લોકોના મન જીતી લીધા હતા. આવનાર નવાં પી.એસ.આઈ માલીને બારીયા સાહેબ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.