ઝાલોદ નગરના લીમડી મુકામેથી ડાકોર પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું : લીમડી માળી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૫
લીમડી માળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોર પગપાળા યાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે આ પગપાળા યાત્રામાં બહુ મોટા પ્રમાણમાં લોકો જોડાય છે.
તારીખ 20 જુલાઈ બુધવારના રોજ પગપાળા સંઘ ડાકોર જવા નીકળનાર છે. ભક્તો પગપાળા જવા માટે ખુબજ ઉત્સુક દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ માળી સમાજના કાર્યકર્તાઓ પણ પગપાળા સંઘ માટેની તૈયારીમાં જોતરાઈ ગયા છે.માળી સમાજ દ્વારા લીમડી રણછોડરાય મંદિરથી પગપાળા સંઘ ડાકોર જવા રવાના થનાર છે. લીમડી મંદિરે રણછોડજી આરતી કર્યા બાદ સંધ ડાકોર જવા માટે નીકળનાર છે.