ભક્તિભાવ વચ્ચે પાંચ દિવસીય ગૌરીવ્રતનું આજે સમાપન : ગૌરીવ્રતની દાહોદ જિલ્લામાં ધામધુમથી ઉજવણી કરાઈ : આજે જવારાનું વિસર્જન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૧૬
પાંચ દિવસના ગૌરીવ્રતનું આજે સમાપન થનાર છે ત્યારે આજે જાગરણનો દિવસ હોઈ અને આવતી કાલે કુંવારીકાઓ જવારાઓનું વિસર્જન કરશે. આજે જાગરણના દિવસે આખી રાત કુંવારીકાઓ જાગરણ કરી બીજા દિવસે જળાશયોમાં જુવારાનું વિરસર્જન કરનાર છે.
ગૌરીવ્રતના પાંચ દિવસ સુધી કુમારીકાઓ અલુણાવ્રત રાખે છે અને સારો પતિ મળે તે માટે શિવજીની પુજા – આરાધના કરે છે. સતત પાંચ શિવાલયોમાં શિવજીની પૂજા – અર્ચના માટે કુંવારીકાઓની ભારે ભીડ પણ જાેવા મળતી હતી. અષાઢ સુદ ૧રથી ગોૈરીવર્તની પ્રારંભ થયો હતો. શિવપુજન માટે શહેરના શિવાયલોમાં સવારે કુમારીકાઓની ભારે ભીડ જાેવા મળી હતી. દાહોદમાં કુંવારીકાઓના ગોેરીવ્રતનો આરંભ થતા વહેલી સવારે કુવારીકાઓ પોતાના ઘરે વાવેલા જવારાની પુજા કર્યા બાદ શિવજીના મંદીરે પુજા કરવા જતી હોવાના કારણે આજે ગોરીવ્રતનો પ્રથમ દિવસે શહેરના શિવાલયોમાં શિવજીની પુજા – અર્ચના માટે કુવારીકાઓની ભારે ભીજ જામી હતી અને કુમારીકાઓએ શ્રધ્ધાપુર્વક શિવજીની પુજા અર્ચના કરી હતી. ગોૈરીવ્રતના પાંચ દિવસના અલુણા વ્રત હોવાથી કુવારીકાઓ દિવસ દરમ્યાન સુકા – લીલા ફળફળાદી વગેરે ખાય છે. હાલ તો મોંઘવારીએ માઝા મુકતા ડ્રાયફુટના ભાવ આસમાને પહોંચતા મધ્યમવર્ગના કુવારીકાઓ માટે આ ઉપવાસ પણ મોંઘા પડી રહ્યા છે તેમ છતા માવતર પેટે પાટા બાંધીને પણ પોતાની વ્હાલ સોઈ દિકરીઓને ગોૈરીવ્રત કરાવી શિવજીની કૃપા મેળવે છે ત્યારે આજે ગૌરીવ્રતનો અંતિમ દિવસ હોઈ અને આજે જાગરણ હોઈ કુંવારીકાઓ આજે આખી રાત જાગરણ કરશે અને બીજા દિવસે પોતાના જવારાઓનું જળાશયો ખાતે પુજા અર્ચના કરી વિરસર્જન કરનાર છે.

