ઝાલોદ નગરની માળીની વાડી આગળ બીમાર ગૌમાતાની સારવાર અર્થે પશુ સારવાર ટીમ પહોંચી : ગૌ રક્ષા ટીમ દ્વારા તાત્કાલિક 1962 પર સંપર્ક કરાતા ગાય માતાને સારવાર મળી
રિપોર્ટર : પંકજ પંડિત
માળી ની વાડીમા રહેતા પ્રફુલભાઇ ભાટીયાના ઘર આગળ બે દિવસથી ગાય માતા બેઠા હતા ત્યારે એમને ગાય જોડે જઈ ને તપાસ કરી કે કેમ ઉભુ નહીં થવાતુ ત્યારે એમને ઝાલોદ નગર ગૌ રક્ષા ટીમનો સંપર્ક કરી બોલાયા ત્યારે ગાય માતા બીમાર જણાતા તાત્કાલીક ગૌ રક્ષા ટીમે ગુજરાત સરકારે આપેલી પશુ સારવાર હેલ્પલાઈન નંબર ૧૯૬૨નો સંપર્ક કરી ગાય માતાની સારવાર અર્થે બોલાવી, ત્યાર બાદ પશુ સારવારની ટીમ ત્યાં આવી પહોંચી ગાયની સારવાર કરવામાં આવી.આમ જાગૃત નાગરિક તરીકે પ્રફુલભાઇ ભાટીયા દ્વારા ગૌ રક્ષા ટીમનો સંપર્ક કરાતા તાત્કાલિક ગાય માતાને સારવાર મળેલ હતી. ગૌ રક્ષા ટીમ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી તેમજ પશુ સારવાર ડોક્ટર દ્વારા પણ સરસ કામગીરીના દર્શન થયા.