લીમખેડાના મંગલમહુડી પર દુર્ઘટના સર્જાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો : દાહોદ બસ સ્ટેશન ખાતે મોડી રાત્રી સુધી મુસાફરોનો ભારે ઘસારો જાેવા મળ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના લીમખેડા નજીક મંગળમહુંડી રેલ્વે સ્ટેશન ખાતે ગતરોજ માલગાડીના ૧૬ ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી જતાં રેલ્વે લાઈન વ્યવહાર ખોરવાયો હતો ત્યારે આ કામગીરી ગતરોજ સુધી ચાલુ રહેતાં રેલ્વેમાં મુસાફરો કરનાર લોકોની દાહોદ બસ સ્ટેશન ખાતે ભારે ભીડ જાેવા મળી હતી. ઘણી ટ્રેનો રદ્દ કરવી પડે અને ઘણી ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવતાં રેલ્વેમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લીમખેડાના મંગલમહુડી રેલ્વે સ્ટેશન પર માલગાડીના ૧૬ ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી જતાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ ઘટનાને પગલે સ્થળ પર રેલ્વેના ઉચ્ચ અધિકારીઓથી લઈ રેલ્વેના તમામ કર્મચારીઓ દોડી ગયાં હતાં. રેલ્વે લાઈનને ત્વરીત સમાકાજ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મોડી રાત્રી સુધી કામગીરી પુર્ણ ન થતાં અને ઘણી ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનોને રદ્દ પણ કરવામાં આવી હતી જેને પગલે મુસાફરોનો મોટી સંખ્યામાં દાહોદ બસ સ્ટેશન ખાતે ઘસારો જાેવા મળ્યો હતો. મોડી રાત્રી સુધી મુસાફરોનો ભારે જમાવડો દાહોદ બસ સ્ટેશન ખાતે જાેવા મળ્યો હતો. બસોમાં પણ ભારે ભીડ જાેવા મળી હતી. રેલ્વેમાં કાયમી મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બીજી તરફ એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવે તેવી માગંણીઓ પણ ઉઠવા પામી હતી.