રેલ લાઈનને ચાલુ કરતા પહેલા તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી : ખડી પડેલા અને અન્ય કાટમાળ હજી પણ રેલવે ટ્રેકની આજુબાજુ ડમ્પ કરવામાં આવ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૦
પશ્ચિમ રેલવેના રતલામ ડીવીઝનમાં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના લીમખેડા સેક્શન અંતર્ગત આવતા મંગલ મહુડી ખાતે બે દિવસ અગાઉ મધરાત્રે બનેલી માલગાડીના ડબ્બા ખડી પડવાની ગંભીર દુર્ઘટનાના કારણે સદંતર બંધ થઈ જવા પામેલા દિલ્લી – મુંબઈ રેલમાર્ગ ને ૩૨ થી ૩૬ કલાકની યુદ્ધના ધોરણે કામગીરી કરી રેલવે તંત્રે આ રેલમાર્ગને પુનઃ ધમધમતું કરતા રેલવે તંત્ર સહીત અટવાઈ પડેલા મુસાફરોએ રાહતનો દમ લીધો છે.
લીમખેડા સેક્શનમાં ધડાકાભેર ખડી પડેલા કોટાથી વડોદરા જઈ રહેલા ગુડ્‌સ ટ્રેનના ૨૨ જેટલાં ડબ્બાઓથી સર્જાયેલી રેલ દુર્ઘટનામાં ક્ષતિ પામેલા રેલવે ટ્રેક ઓવરહેડ ૨૫૦૦૦ મેગાવોટની ઇલેક્ટ્રિક લાઈન, વિગેરેના સમારકામમાં હાથ ધરાયેલા મેગા રેસ્ક્યુ ઓપરેશનમાં જાેતરાયેલા તમામ વિભાગના ૫૦૦ કરતા પણ વધુ રેલ કર્મીઓએ વરસાદી વાતાવરણ સહીત અનેક પ્રતિકૂળતાઓ છતાં માત્ર ૩૨ કલાકમાં જ મુંબઈ-દિલ્લી રેલમાર્ગની ડાઉન લાઈનને ચાલુ કરવામાં સફળતા મેળવી હતી ત્યારબાદ બે કલાક બાદ અપ લાઈન પણ ચાલુ કરવામાં આવી હતી. રેલવે તંત્રની સલામતીની દ્રષ્ટિએ કરાતી તમામ પ્રકારની ચકાસણી પણ આ રેલ લાઈનને ચાલુ કરતા પહેલા તજજ્ઞો દ્વારા કરવામાં આવી હતી જાેકે આ દુર્ઘટનાના પગલે ખડી પડેલા અને અન્ય કાટમાળ હજી પણ રેલવે ટ્રેકની આજુબાજુ ડમ્પ કરવામાં આવ્યો છે. જેને ધીમે ધીમે ત્યાંથી ઉપાડી લેવામાં આવનાર હોવાનું જાણમાં આવ્યું છે. બંને ટ્રેક ચાલુ થઈ જવાથી અમદાવાદ અને રતલામની અકસ્માત નિવારણની સ્પેશ્યલ ટ્રેન પરત મોકલી દેવામાં આવી છે જ્યારે હજી પણ રેલવેનું નિરીક્ષણ યાન ઝીણી – ઝીણી બાબતોના નિરીક્ષણ માટે ઘટના સ્થળના આજુબાજુના વિસ્તારમાં ખડેપગે હોવાનું રેલવે તંત્ર દ્વારા જણાવ્યું છે. આ સમગ્ર દુર્ઘટનમાં રેલવે તંત્રને કેટલું નુકશાન થયું અને દુર્ઘટના સર્જવાનું કારણ હજુ પણ અકબંધ રખાતાં આશ્ચર્ય સાથે અને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: