વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ઝાલોદના ચાકલીયા – બોરસદ ગામે પહોંચ્યો : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો : લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૧
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજે ઝાલોદના ચાકલીયા – બોરસદ ગામ ખાતે જિલ્લા પંચાયત શ્રી શીતલકુમારી વાઘેલા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને મહાનુભાવોએ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા એ જણાવ્યું કે, ગુજરાત રાજ્યે છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે. રાજ્યે તમામ દિશાઓમાં વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ વિકાસના ફળ સામાન્ય લોકો સુધી પહોંચ્યા છે. જનકલ્યાણની વિવિધ યોજનાઓ સરકાર દ્વારા લાગુ કરાઇ છે ત્યારે નાગરિકો પણ મોટા પ્રમાણમાં આ યોજનાઓનો લાભ લે.
તેમણે જણાવ્યું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ તમારે ગામ પહોંચે ત્યારે તમારા ગામમાં જ તમને વિવિધ યોજનાઓનો લાભ અપાઇ રહ્યો હોય ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવું જોઇએ અને ગુજરાતે છેલ્લા બે દાયકામાં કરેલા વિકાસને ફિલ્મના માધ્યમથી દર્શાવાઇ રહી છે ત્યારે તેનો પણ લાભ લેવો જોઇએ.
ચાકલિયા- બોરસદ ગામમાં આજે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનોએ રથનું સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગામમાં ભવાઇના કાર્યક્રમ થકી રસપ્રદ શૈલીમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઇ હતી. ગ્રામજનોએ રથ સાથે દર્શાવાયલી ફિલ્મને પણ રસપૂર્વક નિહાળી હતી.
કાર્યક્રમ સ્થળે ગ્રામજનોને MGVCL યોજના, આયુષ્યમાન ભારત મા યોજના,વૃદ્ધ પેન્શન યોજના,વિધવા પેન્શન યોજના, સહિતની વિવિધ યોજનાઓના લાભ મહાનુભાવોએ વિતરિત કર્યા હતા. તેમજ આંગણવાડી કાર્યકતાઓને પોષણકીટનું વિતરણ અને વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે વરિષ્ઠ આગેવાન બી.ડી.વાઘેલા સાહેબ (IPS),ગામના સરપંચ શ્રી કળવતિબેન વાઘેલા,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.પાંડે સાહેબ,એમનભાઈ,ટીંબી સરપંચ શ્રી કુબાભાઇ મછાર, તાલુકા મહામંત્રી સુરેશભાઈ,આગેવાન સબૂરભાઈ,માજી મહામંત્રી શ્રી શમુભાઈ નિસરતા,તાલુકા ભાજપ મહિલા પ્રમુખ શ્રી ચંપાબેન ડામોર, તિતરિયા સરપંચશ્રી ક્રિષ્નારાજ ડામોર,નવા ચાકલિયા સરપંચ શ્રી રમીલાબેન,જૂના ચાકલિયા સરપંચશ્રી સુનીબેન,મેડિકલ ઓફિસર શ્રી ડૉ. વાસનેય સાહેબ, ડૉ. ભાવેશભાઇ,MGVCL અધિકારી શ્રી પરમાર સાહેબ,શાળા ના આચાર્ય શ્રી તથા સ્ટાફ, ATDO ખરાડી સાહેબ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ,ખરાડી સાહેબ, ગામ ના આગેવાન શ્રી કલસિંગ ભાઈ, ગોરસિંગભાઈ,રતનસિંહ ભાઈ, પીથાભાઈ, ચૂંટાયેલ સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.

