ઝાલોદ નગરની બેંક ઓફ બરોડા દ્વારા બેંકનો 115મો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
ઝાલોદ નગરની બેંક ઓફ બરોડા દ્વારા બેંકનો ૧૧૫મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં અનિતાબેન મછાર ઝાલોદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ હાજર રહ્યા હતા, ઝાલોદ બેંક ઓફ બરોડાના મેનેજર વિવેકભાઈ , બેંકના કર્મચારી ગણ તેમજ નગરના અગ્રણીઓ જયસિંગભાઈ વસૈયા તેમજ સરપંચો અન્ય આગેવાનો દ્વારા કેક કાપી એક બીજાનું મોઢું મીઠું કરાવડાવી બેંકનો ૧૧૫મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો.