ઝાલોદ નગરના લીમડી મુકામે આર.એમ.દેવડા માધ્યમિક સ્કૂલમાં બાળકોને વેક્સીનનો બીજો ડોઝ મુકાયો : શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ લીમડી વેકસીનનો બીજો ડોઝ પણ મુકાયો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
ઝાલોદ : સરકારશ્રીના આદેશ મુજબ ૧૨ થી ૧૮ વર્ષના તમામ બાળકોને વેકસીન મુકવાનું અભિયાન હાથ ધર્યું હતું જેમાં શાળાના ૧૨ થી ૧૮ વર્ષના કુલ ૨૦૭ વિદ્યાર્થીઓએ વેકસીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. અને આજરોજ શાળાના ૧૭૭ વિદ્યાર્થીઓએ ઉમંગભેર વેકસીન નો બીજો ડોઝ મુકાવ્યો. જેમાં આરોગ્ય વિભાગ કર્મીઓએ વિદ્યાર્થીઓને સમજ આપી હતી અને વેકસીને લીધેલ વિદ્યાર્થીઓને ૩૦ મીનિટ ઓબઝરવેશન મા રાખવામાં આવ્યા હતા. અને શાળાના આચાર્ય કુલદીપ પી મોરી સાહેબે વેકસીન લીધેલ દરેક વિદ્યાર્થીઓની સંભાળ લઈ તબીઅત નું પૂછીને વાલીને ફોન કરી વિદ્યાર્થીઓને ઘરે મોકલ્યા હતા.