ઝાલોદ નગરના બસસ્ટેશન પર દ્રોપદી મુમૂઁના રાષ્ટ્રપતિ પદે વિજેતા થતા મીઠાઈ વહેંચાઈ : બસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડા ફોડી દ્રોપદી મુમૂઁના વિજયને વધાવી લેવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
દાહોદ તા.૨૧
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુમૂઁએ યશવંત સિંહાને હાર આપી હતી, એક તરફી જીત મેળવ્યા પછી દ્રોપદી મુમૂઁ હવે 25 તારીખે રાષ્ટ્રપતિ પદ માટે સપથ લેનાર છે,ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ જિલ્લા ભાજપ તેમજ ઝાલોદ નગરના ભાજપ પાર્ટીના આગેવાનો દ્વારા ભારતની પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી મુમૂઁના વિજયને ફટાકડા ફોડી. મોઢું મીઠું કરી વધાવી લેવામાં આવ્યો હતો,આ પ્રસંગે ભાજપના દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન, દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, ઝાલોદ વિધાનસભાના પ્રભારી કાળુભાઈ માળીવાડ, ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ રમશુભાઈ, ઉપ પ્રમુખ અનિતાબેન, ઝાલોદ શહેરના પ્રભારી સુમિત્રાબેન, ઝાલોદ ગ્રામ્યના પ્રભારી દેવેન્દ્રભાઈ, ઝાલોદ શહેર પ્રમુખ દિનેશભાઈ,મહામંત્રી અનુપભાઈ, મનુભાઇ, ઝાલોદ ગ્રામ્યના પ્રમુખ મુકેશભાઈ, મહામંત્રી સુરેશભાઈ અને કાળુંભાઈ ,જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રીટાબેન ,દાહોદ એસસી મોરચાના પ્રમુખ જીતેન્દ્રભાઈ તેમજ ઝાલોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અગ્નેશભાઈ ,ઝાલોદ ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ, જયસિંગભાઈ ,ઝાલોદ તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, ઝાલોદ શહેરના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.