બાઈક ચાલક જમીન પર ફંગોળાતા તેને જીવલેણ ઈજાઓ પહોંચી હતી : દાહોદ નવાગામ ખાતે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત નિપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ તાલુકાના નવાગામ ખાતે એક ડમ્પર ના ચાલકે એક મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓને પગલે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ગત તારીખ ૨૩મી જુલાઈના રોજ એક ડમ્પર નો ચાલક પોતાના કબજાનું ડમ્પર નવાગામ ખાતેથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે દાહોદ તાલુકાના મંડાવાવ ગામે સ્ટેશન ફળિયામાં રહેતા નવીનભાઈ ચંદુભાઈ નલવાયા પોતાના કબજાની મોટરસાયકલ લઇ પસાર થઈ રહ્યા હતા તે સમયે ડમ્ફરના ચાલકે નવીનભાઈ ને અડફેટમાં લેતા નવીનભાઈ મોટરસાયકલ સાથે જમીન પર ફંગોળાયા હતા જેને પગલે તેઓને હાથે પગે તેમજ શરીરને ગંભીર જીવલેણ ઈચ્છાઓ તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન નવીનભાઈ નું મોત નીપજતા આ સંબંધે મંડાવાવ ગામે સ્ટેશન ફળિયામાં રહેતા જવસીંગભાઇ રાયસીંગભાઇ નલવાયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદના ધારાસભ્ય વજેસિંગભાઈ પણદાની ઓફિસે થયો હોબાળો..!
પ્રાપ્ત માહિતી મુજબ નવાગામ ખાતે ધારાસભ્યની કવોરી પર ભાડેથી ચાલતા એક ડમ્પરએ યુવકને અડફેટે લેતા તેનું મોત થયું હતું. મંડાવાવ ગામના ૨૦ વર્ષીય યુવકનું મોત થતા પરિજનોમા રોષ ફેલાયેલો જાેવા મળ્યો હતો. રોષે ભરાયેલા પરિજનો ધારાસભ્ય વજુભાઈ પણદાની ઓફિસે પહોંચ્યા હતા અને ગ્રામજનોના તેમની ઓફિસ બહાર ટોળા વળ્યા હતા . આ બાબતની જાણ થતાં જ પોલીસ ઘટના સથળે દોડી આવી હતી. મામલાને કાબૂમાં લીધો હતો. ગામના આગેવાનો, ધારાસભ્ય અને પોલિસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.