ઝાલોદ તાલુકાના વસ્તી ગામેથી એક ક્રુઝર તેમજ એક મોટરસાઈકલ ચોરાતાં ખળભળાટ
દાહોદ તા.૪
ઝાલોદ તાલુકાના વસ્તી ગામે એકજ રાત્રીમાં ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક ફોર વ્હીલર ક્રુઝર ગાડી તથા એક મોટરસાઈકલ મળી બે વાહનો કોઈ વાહન ચોર ટોળકી ચોરી કરી લઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઝાલોદ તાલુકાના વસ્તી ગામે રહેતા સુનીલભાઈ પારસીંગભાઈ ભુરીયાએ ગત તા.૩૦.૦૯.૨૦૧૯ના રોજ પોતાના ઘરના આંગણે પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી લોક મારી પાર્ક કરી હતી અને તેમના જ ગામમાં રહેતા વિપુલભાઈ વિનુભાઈ ભાભોર પણ પોતાની મોટરસાઈકલ લોક મારી ઘરના આંગણે પાર્ક કરી હતી. આ બંન્ને વાહનોને કોઈ અજાણ્યા વાહન ચોરોએ બંન્ને વાહનોના લોક તોડી ચોરી કરી લઈ જતાં આ સંબંધે સુનીલભાઈ પારસીંગભાઈ ભુરીયાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
