ભારતના રાષ્ટ્રપતિ પદે આદિવાસી ઉમેદવાર દ્રોપદી મુર્મુની ભવ્ય જીત થતા : દાહોદ ના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિહ ભાભોરના અધ્યક્ષ સ્થાને લીમખેડા મોડેલ સ્કુલમા ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૨૫
ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ પદ માટે ૧૮ જુલાઈએ ચુંટણી યોજાઈ હતી. જેમા એન.ડી.એ. ના આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મુ ની ભવ્ય અને ઐતિહાસીક જીત થતા સમગ્ર દેશના આદિવાસી સમાજમા ઉત્સાહનો માહોલ છવાયો હતો, અને ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે આજે દાહોદ ના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિહ ભાભોરના અધ્યક્ષ સ્થાને નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમા સાંસદ જસવંતસિહ ભાભોરે આદિવાસીને દેશના સર્વોચ્ચ હોદ્દા પર નિયુકત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો, આ કાર્યક્રમ મા દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સહિત જીલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો ભાજપના કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

