પ્રમાણિક બસ કંડક્ટર દ્વારા મુસાફરનું ગુમ થયેલ પાકીટ લીમડી ડેપો મેનેજરને જમા કરાવડાયું : બસ કંડકટરનો સરહાની કામગીરી જોવા મળી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૫
હાલ પણ મનાવતા માનવીમાં જીવંત છે તેનું સુંદર ઉદાહરણ એક બસ કંડક્ટર છે ,નડીયાદ થી ઝાલોદ આવતી બસમાં મુસાફર પાકીટ બસમાં ભૂલ્યો હતો ,ઈમાનદાર કંડક્ટરને પાકીટ મળતા તે પાકીટ કંડકટર દ્વારા લીમડી ડેપો મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે લીમડી ડેપો મેનેજર શંકરને પાકીટ જમા કરાવી દીધું હતું, લીમડી ડેપો મેનેજર શંકર દ્વારા મળેલ પાકીટ તેનાં માલિકને પાછા આપવા માટેની શોધખોળ કરી હતી, લીમડી ડેપો મેનેજર શંકર અને પાર્સલ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી અભી પ્રજાપતિએ મુસાફરની તપાસ હાથ ધરી હતી.મુસાફરની જાણકારી મળતાં મેનેજર શંકર અને અભી પ્રજાપતિ દ્વારા પાકીટ મુસાફરને સુપ્રત કરાયું.આમ બસ કંડક્ટર તેમજ એસટી ડેપો મેનેજર તેમજ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

