ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામમાં ચણાસર ડુંગરા ગામમાં આવેલી શાળાની દયનીય હાલત : 50 વિધાર્થીઓ વચ્ચે એકજ ઓરડો : ભણતર અને મધ્યાહન ભોજન એક જ રૂમમાં

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૫

ઝાલોદ તાલુકાના ચણાસર ડુંગરા પ્રાથમિક શાળામાં 50 જેટલા બાળકો અભ્યાસ કરે છે, આ શાળામાં બે રૂમ આવેલ છે , બાળકોનો અભ્યાસ રૂમ અને મધ્યાહન ભોજન તેમજ બીજા રૂમમાં આચાર્યની ઓફિસ છે, આ શાળાને અંદાજે 70 વર્ષ થયા હસે પણ આ શાળામાં આજ સુધી કોઈ મરમ્મત કરવામાં પણ નથી આવ્યું ,આ શાળાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા આવે છે, આ શાળામાં આજ સુધી કોઈ નવું કામ નથી થયું તેથી આખી સાળા જર્જરીત હાલતમાં જોવાય છે, ગ્રામજનો તેમજ વિધાર્થીઓના વાલીઓ દ્વારા કેટલીય વાર રજૂઆત કરવા છતાય આજ સુધી આ શાળા ને કોઈ ન્યાય નથી મળ્યો. આ શાળામાં કોઈ ભોતિક સુવિધા પણ નથી તેથી બાળકો બરાબર ભણી પણ નથી શકતાં, અહીંયાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ગ્રામજનો આ શાળા સુવિધા વાળી બને તેવું ઇચ્છી રહ્યાં છે અને તંત્ર આ બાબતે ગંભીરતા પૂર્વક કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: