ઝાલોદ નગરની સોસાયટીઓનાં રહીશો દ્વારા પ્રાથમીક સુવિધાને લઈ નગરપાલિકા ચીફ ઓફિસરને અરજી કરવામાં આવી : રસ્તાનો રોડ પહોળો કરી રોડ ડિવાઇડર બનાવવા, વરસાદી પાણીનાં નિકાલ ,રોડ લાઇટને લઈ અરજી કરવામાં આવી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૬

 ઝાલોદ મારુતિધામ સોસાયટી, ભગીરથ સોસાયટી, જવાહર સોસાયટીના રહીશો દ્વારા રસ્તો પહોળો કરી ડિવાઇડર બનાવવા, વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા તેમજ રોડ લાઈનની સુવિધાને લઈ નગરપાલિકા ચીફ ઓફિસર ને અરજી કરવામાં આવી હતી.

હાલ નગરની હાઇવે રોડને લગતા દરેક રોડ રસ્તાની બિસ્માર હાલત છે, તેથી જગ્યા જગ્યાએ વરસાદી પાણીના ખાબોચીયા ભરાઈ જાય છે અહીંથી આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહેલ છે, વરસાદી પાણીનો કાયમી નિકાલ નથી થતો તેથી રોજ અહીંથી અવર જવર કરતા લોકોને બહુજ તકલીફ પડી રહેલ છે, અહીં રસ્તાની આજુબાજુ મોટા વાહનો જેવાકે ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, રીક્ષા વગેરે મૂકી જાય છે તેથી લોકોને અવર જવર કરવામાં પણ ખુબજ તકલીફ પડી રહેલ છે ,અહીંયાં નગરની સ્કૂલો તેમજ લોકોની આસ્થાનું પ્રતિક એવું વણકતળાઈ હનુમાનજી મંદિર પણ આવેલ છે, જેથી સ્કૂલે ચાલતા જતા બાળકો તેમજ દર્શને ચાલતા જતા ભક્તો ને ખુબજ અગવડતાનો સામનો કરવો પડે છે, રોડની બિસ્માર હાલત જોઈ કોઈ વખત ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે તેમજ રાત્રિ દરમ્યાન સ્ટ્રીટ લાઈટો પણ નથી ચાલતી તેથી રાત્રી દરમ્યાન અવરજવર કરવામાં પણ ખુબજ તકલીફ પડે છે. આવી સમસ્યાઓને લઈ આજરોજ અલગ અલગ સોસાયટીયો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને અરજી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: