ઝાલોદ વિધાનસભામાં ૨૦.૦૧ કરોડની રકમ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૬
માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયતનાં ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ઝાલોદ તાલુકાના ૨૦.૦૧ કરોડની રકમના કામોને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ૨૦૨૨-૨૩ હેઠળ મંજુર કરવામાં આવેલ છે તેવો લેટર મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારને મોકલેલ છે.
મંજુર થયેલ કામોમાં લીમડી-કારઠ ગુલતોરો માર્ગ,ચાકલીયા, રળીયાતી ગુર્જર, ધાવડીયા, કદવાલ, વાંકોલ, થેરકા, ખરવણી, થેરકી,સુરપળી ,તેતરીયા ગામ,ખાખરીયા ગામ, જેતપુર, દાંતગઢ,ગરાડુ,વખતપુરા ગામ, ડુંગરી, વગેલા ટીમાચીં જેવા ગામોમાં અલગ અલગ વિસ્તાર દીઠ અલગ અલગ જગ્યાને જોડતાં માર્ગો મંજુર કરાયેલ છે.