દાહોદ શહેર સહિત જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલો વાહન ચોરોનો ત્રાસ : દાહોદ તાલુકામાં એકજ દિવસમાં એક સાથે ત્રણ ટું વ્હીલર ગાડીઓની ચોરી થતાં ખળભળાટ મચ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૭
દાહોદ શહેરમાંથી એકજ દિવસમાં એક સાથે ત્રણ ટું વ્હીલર ગાડીઓની ચોરી થતાં શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંય દિવસોથી મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય બની છે અને ધોળે દિવસથી લઈ રાત્રીના સમયે ખુલ્લેઆમ પોલીસને જાણ પડકાર ફેંકી રહી હોય તેમ બેફામ વાહન ચોરી કરી લઈ નાસી જતાં હોય છે ત્યારે આ ઘટનાઓ સંદર્ભે દાહોદ શહેરવાસીઓમાં ફફડાટ સાથે આક્રોશની લાગણી પણ જાેવા મળી રહી છે ત્યારે ગત તા.૨૩મી જુલાઈના રોજ એકજ દિવસમાં એક સાથે ત્રણ ટું વ્હીલર વાહનોની ચોરી થતાં દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે વસુંધરા પાર્ક સોસાયટી, અગ્રેસન ભવન પાસે બનવા પામ્યો હતો જેમાં આ વિસ્તારમાં રહેતાં જીતેન્દ્રકુમાર કિશંનલાલ ચૌહાણે પોતાની મોટરસાઈકલ રાત્રીના સમયે લોક મારી પાર્ક કરી હતી ત્યારે આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ જતાં આ સંબંધે જીતેન્દ્રકુમાર કિશંનલાલ ચૌહાણે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવી જ રીતે ગોદી રોડ વિસ્તારના અંબિકા નગર ખાતે રહેતાં રૂપીન્દરકૌર વિશાલરાવ ભોસલેએ પોતાની એક્ટીવા ટું વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી અને તેઓની એક્ટીવા ટું વ્હીલર ગાડી પણ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ જતાં રૂપીન્દરકૌર વિશાલરાવ ભોસલે દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે બીજી તરફ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ગામતળ ફળિયામાંથી પણ એક મોટરસાઈકલ ચોરી થઈ હતી જેમાં ભાવીકકુમાર નટવરભાઈ બામણે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને પણ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ જતાં આ સંબંધે ભાવીકકુમાર નટવરભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.