દાહોદ જિલ્લાના ગરબાડાના પાંચવાડા ગામેથી પોલીસે રૂા. ૮૭ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડતી પોલીસ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામેથી પોલીસે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂના રૂા. ૮૭,૦૪૮ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧,૮૭,૦૪૮ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૨૫મી જુલાઈના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે પાંચવાડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ઈક્કો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક મુકેશભાઈ મીઠાભાઈ ઢાપા (રહે. ચિત્રા, આખલોલ જગતનાકા, જિ.ભાવનગર) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૩૬૦ કિંમત રૂા. ૮૭,૦૪૮ અને ગાડીના કિંમત મળી કુલ રૂા. ૧,૮૭,૦૪૮નો મુદ્દામાલ કબજે કરી ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!