ધાનપુર તાલુકાના ઉંડાર ગામે છોકરીએ ગળે ફાંસો ખાઈ લેતા છોકરી પક્ષના ૪૧ જેટલા ઈસમોના ટોળાએ છોકરા પક્ષના ઘરોમાં મારક હથિયારો સાથે પહોંચી જઈ ધિંગાણુ મચાવ્યું : ફાયરીંગ કરતાં એકને ઈજા
દાહોદ તા.૦૪
વડોદરા મુકામે છોકરીએ ગળે ફાંસો ખાધાના મુદ્દે ધાનપુર તાલુકાના ઉંડાગર ગામે છોકરી પક્ષના ૪૧ જેટલા ઈસમોના ટોળાએ ઉંડાર ગામે છોકરા પક્ષના ઘરો પાસે મારક હથિયારો સાથે કીકીયારીઓ કરી ઘસી આવી હુમલો કરી ઘરમાં ઘુસી તોડફોડ કરી નુકસાન પહોંચાડી તતા ઘરોમાંથી સોના – ચાંદીના દાગીના, રોકડ, ઘર વખરીનો સામાન, બકરા, મરઘા તેમજ અન્ય ચીજ વસ્તુઓની લુંટ કરી બંદુકમાંથી ફાયર કરી એક ઈસમને ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણુ મચાવ્યુ હતુ અને મારી નાંખવાની ધમકી આપી ટોળુ નાસી ગયું હતુ.
ધાનપુર તાલુકાના ઉંડાર ગામના સરપંચ ફળિયામાં મોહનીયા કુંટુંબના ૪૧ જેટલા ઈસમોએ ગતરોજ સવારના સમયે એકસંપ થઈ હાથમાં મારક હથીયારો લઈ કીકીયારીઓ કરતાં કરતાં તેમના ગામના હોળી ફળિયામાં રહેતા મોહનીયા કુંટુંબના કમલેશભાઈ વીરાભાઈ તથા અન્યના ઘરે જઈ અમારી છોકરીએ વડોદરા મુકામે ગળે ફાંસો ખાધો છે, તમે અમારી છોકરીને જીવતી કરી આપો, તેને ફાંસો ખાધો તેમા તારા છોકરા દિનેશનું નામ આવે છે, તેમ કહી ટોળાના તમામ ઈસમોએ કલમેશભાઈ મોહનીયા તથા અન્ય પર હુમલો કરી તેઓના ઘરમો ઘુસી તોડફોડ કરી ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા ૨૭,૦૦૦ ચાંદીનો ૨૫૦ ગ્રામ વજનનો કંદોરો, ૩૦૦ ગ્રામ વજનનું ચાંદીનું ભોરીયુ, ત્રણ નંગ સોનાની જડ, ઘરવખરીનો સામાન, તાંબાનુ તપેલુ, સિવણના સંચા નંગ.૨, બકરા નંગ.૧૨, મરઘા નંગ.૬૦ વિગેરે ચીજવસ્તુઓની જબરજસ્તીથી લુંટફાટ કરી કમલેશભાઈ વીરાભાઈના કાકા હીરાભાઈને બંદુકમાંથી ફાયર કરી ડાબા હાથે તથા જમણા હાથે તેમજ શરીરના અંદર છરા વાગતા ગંભીર ઈજાઓ કરી મારી નાખવાની ધમકી આપી ભારે ધિંગાણુ મચાવ્યુ હતુ.
આ સંબંધે ધાનપુર તાલુકાના ઉંડાર ગામે હોળી ફળિયામાં રહેતા કમલેશભાઈ વીરાભાઈ મોહનીયાએ એડવોકેટ મારફતે ધાનપુર તાલુકા કોર્ટમાં ફરિયાદ નોંધાવતા કોર્ટે કરેલા હુકમના આધારે ધાનપુર પોલિસે રાયોટીંગ, લુંટ તથા આમ્સ એક્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
