ઝાલોદ ખાતે ગુજરાત પોલીસની અદ્યતન તકનીક e – FIR માટે જનજાગુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૭
ગુજરાતમાં રાજ્ય સ્તરે સુરક્ષા, સલામતી અને સહકાર પ્રદાન કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા e-FIR પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. e – FIR સેવાથી વાહન ચોરી, મોબાઈલ ફોન ચોરી જેવી સામાન્ય ફરીયાદો આંગળીના ટેરવે શક્ય બનશે. C.C.C. – ત્રિનેત્ર” રાજ્યની સુરક્ષા અને સલામતી માટેની સર્વેલન્સ કામગીરીને વધુ અસરકારક બનાવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા, એમ. એસ. ભરાડા – નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ, બલરામ મીણા – પોલીસ અધિક્ષક દાહોદ, ASP ZALOD વિજય ગુર્જર સાહેબ, નિવૃત IPS બી. ડી. વાઘેલા , તા. પંચાયત પ્રમુખ રમેશભાઈ ભાભોર, તાલુકા ઉપપ્રમુખ અનિતાબેન, મામલતદાર ઝાલા સાહેબ, ઝાલોદ શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ પંચાલ, જિલ્લા પંચાયત સભ્ય અતુલભાઈ પરમાર, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ડામોર, કારોબારી સભ્ય ગુજરાત સરકાર વાઘજીભાઇ આમલીયાર, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો,ગ્રામપંચાયત નાં સરપંચો,ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર સભ્યો, પોલીસ અધિકારીઓ, કૉલેજ નાં વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ,પત્રકારો હાજર રહ્યા હતા.