ઝાલોદ નગરમાં દશામાંની મૂર્તિની ભાવિક ભક્તો દ્વારા પધરામણી કરવામાં આવી : દશામાંની મૂર્તિઓ ૩૦૦ થી લઈ ૫૦૦૦ સુધીનું વેચાણ જોવા મળ્યું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૮

અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો, દિવાસો એટલે કે સો પવૅ નો વસો. દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ સો દિવસ નો સમય રહે છે, અને તે સંપૂર્ણપણે ઉત્સમય રહે છે એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. દિવાસો આજ થી ચાલુ થતાં ઉત્સવની શરૂઆત દશામાં ની પૂજા અને મૂર્તિ સ્થાપનાથી થાય છે.
આજના દિવસને દિવાસો અને હરિયાળી અમાવાસ તરીકે પણ ઓળખાય છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે વૃક્ષ રોપણ કરવાથી બધા કષ્ટોમાં થી છુટકારો મળે છે અને સુખ સમૃદ્ધિ વધે છે, અમુક વિસ્તારોમાં કિસાનો દ્વારા આજના દિવસે ખેતીમાં વપરાતા સાધનોની પણ પૂજા કરવામાં આવે છે જેથી ભગવાન તેમની ખેતીમાં ખૂબ જ વૃદ્ધિ કરે તેવી પ્રાર્થના કરાય છે.

     ઝાલોદ નગર તેમજ આસપાસના વિસ્તારોમાં દશામાંની મૂર્તિનું આજ રોજ વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી ,અબીલ ગુલાલ તેમજ ફટાકડા ફોડતા ભક્તો માઁ દશામાંની જયજય કાર કરતા ભક્તો જોવાતા હતા. આજથી દશામાંના ઉપવાસ પણ ચાલુ થયેલ છે, મા દશામાંના ભક્તો દ્વારા શુભ મુહૂર્ત જોઈ ઘરે અને અમુક વિસ્તારોમાં તો ચોકમાં દશામાંની મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે ,આજથી દસ દિવસ સુધી દશામાંનું પૂજન, અર્ચન, સત્સંગ, આરતી, કીર્તન, ગરબા, પ્રસાદ જેવા પ્રોગ્રામો ઘરે ઘરે  જોવા મળનાર છે, આમ દશામાંના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: