ભુતવડ પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજવામાં આવ્યો
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮
ચાલુ વર્ષે 22 – 23 માં જી. સી. ઈ .આર. ટી ગાંધીનગરની સૂચના અનુસાર બાળમેળો ધોરણ ૧ થી ૫ નો આયોજન આજરોજ ગરબાડા તાલુકાની ભૂતવડપ્રાથમિક શાળા વજેલાવ ખાતે યોજવામાં આવ્યો હતો શાળાના બાળકોને બાળવાર્તા ,માટીકામ, છાપકામ ,કાતરકામ ,ચીટકક કામ, ચિત્રકામ, ઘડીકામ ,રંગપૂણિકામ, કાગળ કામ ,બાળ રમતો ,હાસ્ય દરબાર ,ગીત સંગીત અભિનય વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી શાળાના શિક્ષકો જગદીશભાઈ, વર્ષાબેન, નીતાબેન ,દીપકભાઈ એ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. બાળકો તથા શિક્ષકોને શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા દ્વારા અભિનંદન આભાર વ્યક્ત કર્યો હતો

