ઝાલોદ તાલુકાના શહેર અને ગ્રામ્ય ભાજપ સદસ્યો દ્વારા શહેર પ્રમુખ દિનેશ પંચાલની આગેવાનીમાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનો વિરોધ નોંધાવ્યો : કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુમૂઁને રાષ્ટ્રીય પત્ની તરીકે બોલતા વિરોધ નોંધાયો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૬
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રીય પત્ની વિશે કરેલી ટિપ્પણી પર પોતાનું વલણ વધુ તીવ્ર બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અધીર રંજન ચૌધરી હાય હાય , કોંગ્રેસ હાય હાયનાં નારા લગાવી બસ સ્ટેશન પાસે સરદાર ચોક ખાતે વિરોધ નોંધાયો હતો. ભાજપા દ્વારા ઝાલોદ ખાતે દેખાવ કર્યા હતા અને કોંગ્રેસ મુર્દાબાદ ના સૂત્રોચાર કર્યા હતા જેમાં ઝાલોદ તાલુકાના ભાજપા પ્રમુખ દિનેશ પંચાલ, મહામંત્રી મનુ બારીયા, દાહોદ એસ.ટી મોરચા મહામંત્રી જીતુ શ્રીમાળી, જિલ્લા કારોબારી સભ્ય ગોપાલ દરજી, નગરપાલિકા કાઉન્સિલરો બટુલભાઇ, રાજેશભાઇ અલ્પેશભાઈ ,મહેશભાઇ, શહેર યુવા પ્રમુખ સંતોષભાઈ, મહામંત્રી મયંકનભાઈ, પૂર્વ શહેર મહામંત્રી ધર્મેશભાઈ, સંયોજક સુરેશભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ રમશુભાઇ, મહિલા મોરચા પ્રમુખ રિટાબેન, મહામંત્રી જીંગીશાબેન, બક્ષીપંચ પ્રમુખ કેતનભાઇ, ગ્રામ્ય પ્રમુખ મુકેશભાઈ,મહામંત્રી સુરેશભાઈ, કાળુભાઈ, ગ્રામ્ય પૂર્વ પ્રમુખ મુકેશભાઈ, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી રીટાબેન,તાલુકા મહામંત્રી વનિતા બેન, અજીતભાઈ, નરેન્દ્રભાઈ અને અન્ય ભાજપ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા
ઝાલોદ ભાજપાના ઝાલોદ શહેરના પ્રમુખ દિનેશ પંચાલે જણાવ્યું હતું કે દ્રૌપદી મુર્મુ આદિવાસી કુલ માંથી આવે અને અધીર રંજન ચૌધરી દ્વારા કરવા માં આવેલ ટિપ્પણીનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને કોંગ્રેસ પાર્ટીએ દ્રૌપદી મુર્મૂની માફી માગવી જોઈએ.

