શ્રાવણ માસ શરૂ થતાં ઝાલોદ નગરના શિવ મંદિરોમાં પૂજા કરવા ભક્તોની લાગી ભીડ : શ્રાવણ માસ ભગવાન શિવને પ્રિય હોવાથી મંદિરોમાં વિવિધ પૂજાપાઠના કાર્યક્રમો રખાયા
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૯
ભારતીય હિન્દુ સંસ્કૃતિની પરંપરાઓ ભગવાનને પામવા માટે પૂજા પાઠ દાન ધર્મ વિશે મહત્વ દર્શાવતી હોય છે એટલે ભક્તો દ્વારા ભગવાનમાં રખાતી આસ્થા સીધા ભગવાનથી જોડે છે એ પછી હિન્દુ ધર્મનો એક દિવસનો તહેવાર હોય કે આખા મહિનાનો ,શ્રાવણનો મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય હોવાથી આંખો મહિનો ભક્તો દ્વારા શિવની આરાધના કરવામાં આવે છે, ભગવાન શિવ શ્રાવણના મહિનામાં પૃથ્વી પર આવી પોતના સાસરીમાં ગયા હતા ત્યાં એમનું સ્વાગત પુષ્પો અને જળનું અભિષેક કરી કરવામાં આવ્યું હતું, માનવામાં આવે છે કે દર શ્રાવણ માસમાં ભગવાન શિવ પિતાની સાસરીમાં જરૂર જાય છે, તેથી પૃથ્વી લોક પર રહેતા માનવીયો માટે શિવની કૃપા મેળવવા માટેનો ઉત્તમ સમય ગણાય છે.
શ્રાવણ માસમાં સોમવારના વ્રતનું વિશેષ મહત્વ હોય છે, શ્રાવણ મહિનામાં પૂજા કરવાથી અનેક ગણો લાભ થાય છે, શિવ પુરાણ મુજબ સોમવારના દિવસે વ્રત પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે, શ્રાવણના મહિનાઓમા ભક્તો દેશના પ્રખ્યાત જ્યોતિર્લિંગ શિવાલયોમાં દર્શન કરવા જાય છે, શ્રાવણ મહિનામાં વર્ષા ઋતુ હોવાથી ચારે બાજુ હરિયાળી જોવાય છે.
શ્રાવણના પવિત્ર માસમાં શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, આ કાવડ લઈ તેઓ તીર્થ સ્થળોએ જઈ ત્યાંથી પવિત્ર જળ લઈ કાવડ ખભા પર મૂકી ચાલતા નીકળે છે અને નજીકના શિવ મંદિર કે તીર્થ સ્થાનો પર જઈ ભગવાન શિવનો કાવડના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે.
ભગવાન શિવ દ્વારા સમુદ્ર મંથન દરમ્યાન સૃષ્ટિને બચાવવા માટે જે વિષ પીધું હતું જેથી તેમનો કંઠ નિલો પડી ગયેલ હતો, કહેવત મુજબ રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો તે કાવડમાં ગંગાજળ ભરીને લાવ્યો અને તેના દ્વારા શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો તેનાથી તેનાથી ભગવાન શિવને વર્ષથી મુક્તિ મળી.
શ્રાવણના મહિનામાં શ્રાવણ સોમવાર, સોળ સોમવાર, પ્રદોષ વ્રતનું ખૂબજ મહત્વ છે, શ્રાવણના મહિનામાં માતા પાર્વતી સાથે શિવની આરાધના કરવાથી મહાદેવ દરેક મનોકામના પૂર્ણ કરે છે.
શ્રાવણ માસ ચાલુ થતાં ઝાલોદ નગરના દરેક શિવ મંદિરોમાં શિવની પૂજા અર્ચના કરવા ભક્તો જોવા મળતા હતા ,શિવ મંદિરોમાં મંદિર સમિતિયો દ્વારા મોટા પાયે ભગવાન શિવની પૂજા, અર્ચના, ભજનો, શિવ શોભાયાત્રા, કાવડ યાત્રા, તેમજ મંદીર માંથીજ બીલીપત્ર, દૂધ, પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે

