સિંગલ યુજ પ્લાસ્ટિક બંધ કરવા તથા જાગૃત કરવા બાબતે યુવાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી. લીમખેડા ખાતે યોજાયો પડોસ યુવા સંસદ કાર્યક્રમ
દાહોદ તા. ૦૫-૧૦-૨૦૧૯ ભારત સરકારનાં ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત દ્વારા સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર-દાહોદ દ્વારા તાલુકા લીમખેડામાં આઈ.ટી.આઈ. ખાતે પડોસ યુવા સંસદ કાર્યક્રમ તારીખ ૦૪-૧૦-૨૦૧૯ નાં રોજ રાખવામાં આવ્યું હતુ. જે કાર્યક્રમમાં ૧૬૨ જેટલા યુવક અને યુવતીઓ ને ભાગ લીધા હતા. કાર્યક્રમની શરૂવાતમાં આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી મકવાણા દ્વારા સ્વામી વિવેકાનંદના ફોટા સામે દીપ પ્રાગટ્ય કરી ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ નેહરુ યુવા કેન્દ્ર થી હાજર રહેલ જીલ્લા યુવા સંયોજક શ્રી અજીત જૈન દ્વારા હાજર મહમાનો અને યુવક/યુવતીઓનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નેહરુ યુવા કેન્દ્રની પ્રવૃતિઓ બાબતે યુવક અને યુવતીઓ એ પ્રવચન આપવામાં આવ્યું હતું.
એના પછી કાર્યક્રમનાં આગામી ચરણમાં પડોસ યુવા સંસદ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું જેમાં સંસદમાં પક્ષ અને વિપક્ષની ભૂમિકા તેમના કામગીરી આદિ તેમજ સંસદમાં બીલ કેવી રીતે પાસ થાયે છે તે બાબતે માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. કાર્યક્રમમાં અંતમાં હાજર રહેલ બાળકો માટે લોકશાહી અને સંસદ વિષયક ક્વિજ કરાવવામાં આવ્યું જેમાં સાંચો જવાબ આપતા યુવક/યુવતીઓને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામો આપવા માં આવેલ હતી.

