દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા માત્ર એક જ મિનિટમાં પૂરી થઈ ગઈ : સ્થાનિકોને સ્માર્ટ સીટી તેમજ નગરપાલિકાની હુસાતુસી વચ્ચે સુવિધા માટે હજુ પણ રાહ જાેવી પડશે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૧
દાહોદ નગરપાલિકાના સભાખંડમાં મળેલી ત્રી માસીક સામાન્ય સભામાં એજન્ડાના ૧૮ તેમજ વધારાના ૧૩ કામો મળી કુલ ૩૧ જેટલાં કામો માત્ર ગણતરીની સેકન્ડોમાં મંજૂર કરી દેવાતા સભા પૂર્ણ જાહેર કરાઈ હતી તેમજ આજની સામાન્ય સભામાં ૧ થી ૧૭ મુદ્દા સુધી વિરોધ પક્ષે સહમતી આપતા એક તરફ આશ્ચર્ય સર્જાયું હતું ત્યારે વિરોધ પક્ષના નેતાએ વધારાના કામો અને ૨૦ મેના રોજ મળેલી સામાન્ય સભાની મિનિટ બાહાલી આપવાનો વિરોધ કર્યો હતો.
દાહોદ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા આજે નગરપાલિકા હોલમાં મળી હતી. આ સામાન્ય સભા ના એજન્ડાના કામોમાં ૨૦/૫/૨૨ ની મળેલી સામાન્ય સભા ની મિનિટ્સને બહાલી આપવાનું, લાઈટને લગતી માલ સામગ્રી સપ્લાય કરવાના ભાવ મંજૂર કરવા, ૧/૪/૨૨ થી ૩૦/૬/૨૨ ના હિસાબ મંજૂર કરવાના તથા દાહોદ શહેરના વિકાસના કામો કરવા સરકાર દ્વારા ૩૦૦ લાખ રૂપિયાની મંજૂર કરવામાં આવેલી ગ્રાન્ટ માંથી દાહોદના વિકાસના કામો નક્કી કરવા, તેમજ ગોવિંદ નગર થી ગૌશાળાને જાેડતા રોડ નું નામ શ્રી વિશ્વકર્મા માર્ગ નામકરણ કરવા, નગરપાલિકાની માલિકીની મિલકતોની સમીક્ષા, ઠરાવ, નિયમો તેમજ ભાડા નક્કી કરવા સમિતિ નક્કી કરવાનું કામ, વોટર સપ્લાયમાં બ્રેકર તથા અન્ય સાધન ખરીદવાનું કામ, સહિત ૧૮ જેટલા કામો એજન્ડામાં હતા. સામાન્ય સભા માં નગર પ્રમુખ રીના પંચાલે એજન્ડા ઉપરના કામો વંચાણે લેતા ઉપસ્થિત સુધરાઈ સદસ્યોએ એક થી ૧૮ કામો મંજૂર મંજૂર કરી ટેબલ ઠોકી વધાવી લીધા હતા. જ્યારે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાઈદ ચુનાવાલા ૨૦/ ૫/ ૨૨ ના રોજ મળેલી સામાન્ય સભાની મિનિટસ ને બહાલી આપવાનો તથા વધારાના કામો નો વિરોધ કર્યો હતો. ત્યારબાદ સામાન્ય સભા પૂરી થઈ ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં ગત વખતની ટર્મમાં બીજેપી ના કાઉન્સિલર અને હાલના વિરોધ પક્ષના નેતાએ ૧ થી ૧૭ મુદ્દા સુધી નગરપાલિકાના કામોને સહમતી આપતાં એક તરફ આશ્ચર્ય સર્જાયું હતું ત્યારે બીજી તરફ જાણકારોના અનુસાર ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોઈ તે ઉક્તિ સાર્થક થઈ હતી જાેકે નગરપાલિકા દ્વારા ગત ટ્રમમાં દરેક વોર્ડના વિસ્તારના રોડો મંજુર કરવામાં આવ્યા હતા તેને ત્રણ મહીના જેટલો સમય થઈ ગયો પરંતુ પરીસ્તીથી યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ની સાથે નગરપાલિકા ની ઢીલી નિતી સામે બળાપો કાઢી રહ્યા છે ત્યારે આ મામલે પ્રમુખના જણાવ્યા અનુસાર સ્માર્ટ સીટી અને નગરપાલિકા વચ્ચે સમન્વય થયાં બાદ આ કાર્ય પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું જાેકે સ્માર્ટ સિટીમાં નર્કગાર જેવી પરિસ્તિથી ભોગવી રહેલા સ્થાનિકોને સ્માર્ટ સીટી તેમજ નગરપાલિકા ની હુસાતુસી વચ્ચે સુવિધા માટે હજુ પણ રાહ જાેવી પડશે તેમ લાગી રહ્યું છે.