પ્રેમિકાને તરછોડી પ્રેમી નાસી ગયો હતો : પ્રેમીની માતાએ યુવતીને માર માર્યાેં હતો : પ્રેમ સંબંધમાં દગો મળતાં પ્રેમિકાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામે એક ૨૧ વર્ષીય યુવતીને એક યુવક દ્વારા પ્રેમ સંબંધમાં લગ્નની લાલચે ભગાડી લઈ ગયાં બાદ તેને થોડા દિવસો પોતાની સાથે રાખ્યા બાદ યુવતીને પરત તેના સ્વજન પાસે છોડી મુકી નાસી જતાં યુવતીને મનમાં લાગી આવતાં યુવતીએ ગામમાં આવેલ એક ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ યુવતીને યુવકના પરિવારજનો દ્વારા માર માર્યાેં હોવાના પણ ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે રહેતો અનીલભાઈ કાસુભાઈ નીનામા દ્વારા લીમખેડા તાલુકાના આંબા ગામે ગરવાળ ફળિયામાં રહેતાં ગમીરભાઈ વીરસીંગભાઈ વસૈયાની ૨૧ વર્ષીય પુત્રી કમળાબેનને લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે રહેતો અનીલભાઈ કાસુભાઈ નીનમા સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ દરમ્યાન કમળાબેનને અનીલભાઈ લગ્નની લાલચે ભગાડી લઈ ગયો હતો. કમળાબેનને ભગાડી લઈ ગયાં બાદ તેણીને તેના માસા માસીને ત્યાં કુણધા ગામે લઈ ગયો હતો જ્યાં કમળાબેનને પાંચ છ દિવસ રાખી હતી. આ દરમ્યાન અનીલભાઈની માતાને આ મામલે ખબર પડતાં અનીલભાઈની માતા સવિતાબેન કાસુભાઈ નીનામાએ કમળાબેનને માર માર્યાેં હતો અને અનીલભાઈના માસા માસીએ કમળાબેનને પકડી રાખી હતી. આ બાદ કમળાબેનને પરત મુકી જતાં આ બાબતનું કમળાબેનને ખોટુ લાગતાં અને ઈજ્જત જવાના ડરે કમળાબેને તારીખ ૨૧મી જુલાઈના રોજ કુણધા ગામે ગામમાં આવેલ એક ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પરિવારજનો સહિત ગ્રામજનોને થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને પોલીસને પણ જાણ કરવામાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવતીના મૃતદેહની નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં.
આ સંબંધે મૃતક કમળાબેનના પિતા ગમીરભાઈ વીરસીંગભાઈ વસૈયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.