ઝાલોદ જી.ઇ.બી નજીક બાઇક પર ગૌ માંસ લઈને આવતા યુવકને રોકતા ઈસમ ફરાર : બે થેલા અને બાઇક જપ્ત કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૧
સુક્ષર બાજુથી ઝાલોદ આવતી એક રાજસ્થાન પાસીંગની RJ03SQ4972 નંબરની બાઇક પર બાઇક ચાલક પોતાના આગળ એક થેલો મુકી બાઇક ચલાવતો આવતો હતો અને બીજું પોટલું મહિલા લઈને બેઠી હતી. અજાણ્યા યુવક પર ઝાલોદ નગરના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને સંજેલી બાજુથી બાઈક પર ગૌ માંસ આવતુ હોવાની માહિતી મળતા જેતપુર રોડ પરથી આવતા રામજાનકી આશ્રમ પાસેથી રોકવાનો પ્રયાસ કર્યો હતો, બાઇક ઉભી રાખી યુવકની પુછતાછ કરતાં યુવક બાઇક મૂકી નાસી છુટયો હતો, બાઇક પર એક મહિલા પણ સાથે હતા તેમની પુછતાછ કરતાં તેઓ લિફ્ટ લઇને યુવક જોડે આવ્યા હતા તેમ તેમનું કહેવું હતું અને તેમને દાહોદ જવું હતું તેમ તે મહિલા કહેતાં હતાં અને તે મહિલા પણ પોલિસ આવતા પહેલા સ્થળ પરથી જતાં રહેલ હતા ,ત્યાર બાદ પોલિસ આવતા બાઇક અને બે થેલામાં ભરેલ ગૌ માંસ ભરેલ થેલા પોલિસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતા અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

