ઝાલોદ તાલુકાના લીમડી નગર ખાતે વણઝારા સમાજ દ્વારા પરંપરાગત રીતે ગણગોર માતા પૂજન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૨
લીમડી વણઝારા સમાજ ની મહિલા ઓ દ્વારા પરંપરાગત રીતે ચાલતા ગણગોર માતાનો તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે.
તેમાં વણઝારા સમાજની મહિલાઓ માટીમાંથી ગણગોર માતા બનાવી તેની સ્થાપના કરવામાં આવે છે તથા બધી મહિલાઓ ભેગા મળીને માતાજીની પૂજા અર્ચના કરે છે અને માતાજીની આસપાસ ભેગા મળીને વણઝારા સમાજના ગીતો નું ગુંજન કરીને ગરબા રમે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીમાંથી કણગોર માતાની મૂર્તિ બનાવી. અને વણઝારા મહિલાઓ મન મૂકીને તથા હર્ષો ઉલ્લાસ્થી આ તહેવારની ઉજવણી કરી.