ઝાલોદથી ગાંધીનગર જતી એસટી બસ અને સ્વિફ્ટ ગાડી વચ્ચે સર્જાયું અક્સ્માત : મારૂતિ કાર અડફેટે આવતા ખાડામાં ખાબકી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૨
વેલપૂરા ગામે ફરી સર્જાયું અક્સ્માત
પ્રાપ્ત માહીતી અનુસાર ઝાલોદ થી ગાંધીનગર જતી એસટી બસ મારુતિ સ્વિફ્ટ સાથે ભટકાઈ ગઈ હતી તેથી મારુતી કારમાં સવાર બે ઇસમોને ઇજાઓ થઈ હતી, મારૂતિ સ્વિફ્ટમાં બેસેલ વ્યક્તિઓને પ્રાથમીક સારવાર માટે ઝાલોદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતા ત્યાર બાદ 108 મારફતે તેમને લુણાવાડા રિફર કરવામાં આવ્યા હતા વેલપુરા ગામે 2 દિવસ અગાઉ પણ એસટી અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો હતો આજ જગ્યા એ અકસ્માત પાછો થયેલ હતો ,સ્થાનિકોનાં જણાવ્યા મુજબ દર બીજી ત્રીજે દિવસ અહીંયા અક્સ્માત ની ઘટના બનતી જ હોવા છતાંય જવાબદાર તંત્ર કોઈ પગલાં લેતું નથી , બેફોકારાઇ થી ચાલતા વાહનચાલકો દ્વારા વારંવાર આ રોડ પર અકસ્માત સર્જાઈ રહ્યા છે ,જવાબદાર તંત્ર દ્વારા ગંભીર રીતે વિચારી ચોક્કસ પગલા લે તેવી લોકમાંગ ઉઠી છે

