ઝાલોદ નગરમાંથી બે મકાનોમાંથી પોલિસે કુલ વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.૯,૪૨,૬૩૯ નો મુદ્દામાલ જપ્ત કર્યાે
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં બે રહેણાંક મકાનમાં પોલિસે પ્રોહી રેડ કરતી બંન્ને મકાનોમાંથી કુલ રૂ.૬,૧૬૯ ના વિદેશી દારૂના જથ્થા સાથે રોકડા રૂપીયા, બોલેરો ગાડી, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.૯,૪૨,૬૩૯ નો મુદ્દામાલ જપ્ત કર્યાનું જ્યારે પોલિસની પ્રોહી રેડ જાઈ ચાર મહિલા સહિત છ જણા નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના મેલવાણીયા ગામે તથા ખાટવાડા ગામે રહેતા અને ઝાલોદ નગરમાં પોતાના મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતાં ચુનીલાલ ઉર્ફે ચુનીયો વિરકાભાઈ અડ અને રાજુભાઈ વિરકાભાઈ અડ એમ બંન્ને જણાના રહેણાંક મકાનમાં પોલિસે ગત તા.૦૬.૧૦.૨૦૧૯ના રોજ પ્રોહી રેડ કરતાં ઉપરોક્ત બંન્ને જણા તથા સમાબેન રાજુભાઈ અડ તેમજ કમળીબેન અશોકભાઈ સુલતાનભાઈ વસૈયા તથા બીજી બે મહિલાઓ સહિત છ જણા નાસી જવામાં સફળ રહ્યા હતા પોલિસે મકાનની તલાસી લેતા તેમાંથી બંન્ને મકાનોમાંથી વિદેશી દારૂની નાની મોટી નગં.૩૭ કિંમત રૂ.૬,૧૬૯, રોકડા રૂપીયા,૬,૬૮૦, મોબાઈલ ફોન, એક બોલેરો ગાડી વિગેરે મળી કુલ રૂ.૪,૨૭,૨૯૦ નો મુદ્દામાલ પોલિસે જપ્ત કર્યાે હતો.
આ સંબંધે ઝાલોદ પોલિસે ઉપરોક્ત ચાર મહિલા સહિત છ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.