દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે જમીનમાં ખેતી કરવા મુદ્દે એક મહિલા સહિત બેને ફટકાર્યા
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે જમીનમાં ખેતી કરવાના મુદ્દે એક મહિલા સહિત બે જણાએ ત્રણ વ્યÂક્તઓને લાકડી તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતા મસુરભાઈ સમસુભાઈ મેડા, સાબુભાઈ મસુરભાઈ મેડા અને ઝાલીબેન મસુરભાઈ મેડાનાઓએ પોતાના જ ફળિયામાં રહેતા ભાથુભાઈ મખજીભાઈ અડના ઘરે આવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેલ કે, તમો અમારી જમીનમાં ખેતી કેમ કરો છો, અડ તુ બહાર નીકળ તેમજ કહી એકદમ ઉશ્કેરાય જઈ ઉપરોક્ત ત્રણેય જણા પોતાની સાથે લાકડી વિગેરે સાથે લઈ દોડી આવી ભાથુભાઈ અને હાજીબેનને શરીરે,હાથે, પગે તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ સંબંધે ઈજાગ્રસ્ત ભાથુભાઈ મખજીભાઈ અડે દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
