નારી વંદન ઉત્સવ : બાવકા અને ગરબાડા ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી
દાહોદ તા.૦૪



દાહોદ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત જુદા-જુદા દિવસોમાં ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેના અનુસંધાને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દાહોદ દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના બાવકાગામે અને ગરબાડા તાલુકાના ગરબાડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. બાવકા ખાતે નારી વંદન ઉત્સવ: મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને હસ્તકલા સેતુ પ્રોજેક્ટ’મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલાઓને બેરોજગારો ને રોજગાર હેતુ લક્ષી માહિતી આપવામાં આવી હતી.
કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ ‘હસ્તકલા સેતુ પ્રોજેક્ટ’ અંતર્ગત મહિલાઓને રાખીની તાલીમ આપવામાં આવેલ જેમાં નાના ઉદ્યોગ સાહસીકોને શાલ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ ‘હસ્તકલા સેતુ પ્રોજેક્ટ’ અંતર્ગત મહિલાઓને રાખીની તાલીમ તા. ૨૨/૦૬/૨૦૨૨ થી ગરબાડા તાલુકાના ગુગરડી , સાહડા, બોરીયાળા અને ગરબાડા ગામે શરૂઆત કરવામાં જેમાં ૫ દિવસની તાલીમ આપવામાં આવી જેમાં કુલ ૧૦૭ મહિલાઓએ તાલીમ મેળવી અને તાલીમ દરમ્યાન અને તાલીમ બાદ તેઓએ ઉત્પાદન ૪૮૦૭ રાખી નું ઉત્પાદન કરેલ છે તેમજ હાલમાં રાખીનું ઉત્પાદન કાર્યરત છે.અને જેમાં ગુજરાત સરકારના વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પાંચ દિવસનું એકઝીબેસન મેળાનું આયોજના કરવામાં આવ્યું જેમાં ૪૯૦૦/- રૂપિયાની રાખીનું વેચાણ કરેલ છે તથા ૧૦૦૦ રાખી ‘ગરવી ગુજરાત’ વિભાગમાં સપ્લાય કરેલ છે. હાલમાં અમદાવાદ હાટમાં ૩૦૦૯ રાખી વેચાણ માટે મોકલેલ છે.
કાર્યક્રમમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઇન્ચાર્જ આઇપીઓ મહેશકુમાર વસૈયા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન – દાહોદ કાઉન્સેલર કોમલબેન પરમાર તથા રીટાબેન રાવત કોન્સ્ટેબલ કાર્યક્રમમાં હાજર રહેલ હતા.

