બાળકીને યોગ્ય કુટુંબમાં દતકમાં આપીશું : નરેન્દ્રભાઈ સોની : ગરબાડામાંથી નવજાત જીવીત બાળક મળી આવતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાંથી એક ૨ દિવસની નવજાત બાળકી મળી આવતાં આ અંગેની જાણ દાહોદ ચાઈલ્ડ વેલફેર વિભાગને થતાં પોલીસ સાથે સ્થળ દોડી ગયાં હતાં અને બાળકીનો કબજાે લઈ નવજાત જીવીત બાળકીને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આજરોજ દાહોદ ચાઈલ્ડ વેલફેરની ટીમની દાહોદમાં મીટીંગનું આયોજન કરવામાં આવી હતી અને મીટીંગ ચાલુ હતી તે સમયે ચાલુ મીટીંગમાં ગરબાડા નગરમાંથી ગરબાડા પોલીસ મથકમાંથી ફોન આવતાં કે, ગરબાડા નગરમાંથી એક કુવામાંથી નવજાત બાળકી જાેવા મળી છે. આ સમાચાર મળતાં વેત બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોની સહિત દાહોદ ચાઈલ્ડ વેલફેર અને બાળ સુરક્ષા અધિકારીની ટીમ સાથે ગરબાડા નગરમાં દોડી ગયાં હતાં અને નવજાત જીવીત બાળકીનો કબજાે લઈ બાળકીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ બાળકી સારવાર હેઠળ છે ત્યારે સમગ્ર મામલે આ મામલે ગરબાડા પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.