દાહોદના દૂધમલ ખાતે ગેલ ઈન્ડિયા લિમીટેડ દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
દાહોદ તા.૦૫




દાહોદના દૂધમલ ખાતે ગેલ ઇન્ડિયા લિમીટેડ દ્વારા ઓફસાઇટ મોકડ્રીલ યોજાઇ હતી. ગેઇલ ઇન્ડિયા દ્વારા નિયમિત પણે યોજવામાં આવતી સેફટી ઓડિટ, સેફટી ટ્રેનિગ તેમજ મોકડ્રીલના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓએ આકસ્મિક આગના સમયે સેફટી પ્રીપેડનેશ તરીકે કરવાની કામગીરીની મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં આગ લાગવાના સમયે કરવાની નાગરિકોનો બચાવ, આગ બુઝાવવા સહિતની બાબતો આવરી લેવાઇ હતી. મોકડ્રીલમાં ગેલ ઇન્ડિયા લીમીટેડના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

