ઝાલોદ તાલુકાના લીમડી મુકામે પ્રાથમીક જરૂરિયાતોના અભાવની માહિતી મળતા શીતલબેન વાઘેલાની મુલાકાત : શીતલબેન વાઘેલા દ્વારા કામ ઝડપી પૂરું કરવા સુચન આપવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૬
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે હાલ વરસાદી માહોલમાં ત્યાના રહીશોને આવવા જવા માટે ખુબજ તકલીફ પડી રહી હતી લીમડી ખાતે વિશ્વકર્મા સોસાયટી અને અરિહંત સોસાયટીની પ્રાથમિક જરૂરિયાતો માટેની જિલ્લા પંચાયતનાં પ્રમુખ શીતલકુમારી વાઘેલાને રજૂઆતો મળતાં શીતલબેન ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંના સ્થાનિક આગેવાનોને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળી હતી અને તેમની રજૂઆત દૂર કરવા બાંહેધરી આપી હતી ,શીતલબેન વાઘેલા દ્વારા લીમડીના સ્થાનિક અરવિંભાઈ પટેલ,મહેશ ભાઈ પંચાલ,વિક્રમ ભાઈ દરજી,વિનોદ ભાઈ પંચાલ, વસંતભાઈ મોચી, પ્રવિણભાઇ સોની,કપિલ સોની, ગુરુશરનભાઈ પટેલ સાથે તેમની સમસ્યાઓનું ટી.ડી.ઓ વસાવાને રૂબરૂ મુલાકાત લીધી હતી અને રસ્તાનાં કામ અને ગટરના કામનું આયોજન બધ્ધ પ્લાનિંગ સાથે કામ કરવા અંગે ચર્ચા કરી જેમ બને તેમ ઝડપથી કામ પૂર્ણ કરી લોકોને સુવિધા આપવા માટેનું સૂચન કરવામાં આવ્યું

