દાહોદના સાંસદના પ્રયત્નથી વધુ એક યોજનાનો લાભ મળ્યો : દાહોદ રેલ્વે સ્ટેશનની આદર્શ રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટમાં પસંદગી થઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૭
દેશના ૧૨૫૩ રેલ્વે સ્ટેશનોને અપગ્રેડ કરી અત્યાધુનિક કરવામાં આવનાર છે. રાજ્યના પાંચ રેલ્વે સ્ટેશનોને ૨૦૨૩ સુધીમાં આદર્શ રેલ્વે સ્ટેશન બનાવવાના સરકારના ર્નિણય સાથે આ આદર્શ રેલ્વે સ્ટેશનના સમાવેશમાં દાહોદ રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ થતાં જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. દાહોદના સાંસદના અથાગ પરિશ્રમ થકી દાહોદને આદર્શ રેલ્વે સ્ટેશનમાં સમાવેશ થયો છે.
કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રાજ્યસભાને માહિતી આપી હતી કે, દેશના ૧૨૫૩ રેલ્વે સ્ટેશનોની વિકાસ માટે ઓળખ કરાઈ હતી તે ૧૨૧૫ રેલ્વે સ્ટેશનો પર કામગીરી ચાલી રહી છે. આદર્શ સ્ટેશન યોજના હેઠળ વિકસીત કરાઈ રહેલા આ રેલ્વે સ્ટેશનોના અપગ્રેડેશનું કામ ૨૦૨૨ – ૨૩ સુધીમાં સંમ્પન્ન કરી દેવાશે. ત આદર્શ રેલ્વે સ્ટેશનોમાં આંબલી રોડા, બેચરાજી, ભક્તિનગર, ભાણવડ, ભટીયારા, દાહોદ, ગાંધીધામ, ગાંધીગ્રામ, હિંમતનગર, જામનગર, કડી, ખંભાળીયા, કીમ, ઓટ કોસંબા, લાલપુરજામ, મણીનગર, નવસારી, ન્યુ ભુજ, ઓખા, પાલનપુર, સાબરમતી, સિધ્ધપુર, ઉધના, ઉના, ઉંઝા, વડનગર, વિજાપુર, વિસનગર, ગાંધીનગર કેપીટલ, સાબરમતી, બ્રોડગેજ અને પાટણનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આદર્શ રેલ્વે સ્ટેશનોમાં દાહોદ રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવતાં દાહોદ જિલ્લાવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે રેલ્વે મંત્રી, રેલ્વે રાજ્ય મંત્રી સમક્ષ દાહોદ લોકસભા વિસ્તારના રેલવેને સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆતો કરી છે અને આદર્શ રેલ્વે સ્ટેશન યોજનામાં પણ સમાવેશ કરાવવા પત્ર વ્યવહાર પણ કર્યો હતો જેને સકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. સાંસદે રેલ મંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે. હાલમાં જ દાહોદ આણંદ મેમુ પણ સાંસદની રજુઆતો બાદ ૬ ઓગસ્ટથી શરૂ થઈ છે.
ગત એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવ્યાં હતાં તેઓએ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાની ભેટ દાહોદના રેલ્વે કારખાનાને આપી છે જેનાથી ૧૦,૦૦૦થી વધુ રોજગારી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!