ગુજરાત ભરમાં બિન હથીયારધારી ૫૫ પોલીસ ઈન્સેક્ટરોની સામુહિક બદલી : દાહોદ જિલ્લામાંથી બે જુદા જુદા વિભાગોમાંથી બે પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં પોલીસ વિભાગમાં જુદા જુદા જિલ્લાઓમાં નોકરી કરતા બિન હથીયાર ધારી ૫૫ પોલીસ ઈન્સ્પેક્ટરોની સામુહિક બદલીનો ગંજીફો ચીપતા દાહોદ જિલ્લામાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ થવા પામી છે.
આગામી ત્રણથી ચાર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોઈ રાજ્ય સરકાર તેમજ ચૂંટણી પંચ પોતપોતાની રીતે ચૂંટણીઓની તૈયારીઓમાં જાેતરાયુ છે. ચૂંટણી ટાણે પોલીસ વિભાગ તેમજ અન્ય વિભાગોમાં જેવા કે આઈ.પી.એસ આઇ.એસ મામલતદાર, એસડીએમ અધિકારીઓની બદલી પણ કરવામાં આવે છે. હાલ ચૂંટણીનો સમય નજીક હોઈ રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં ૫૫ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર( પી. આઈ )ની બદલીઓનો ગંજીફો ચીપ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચ (ન્ઝ્રમ્) શાખામાં ફરજ બજાવતા બી.ડી.શાહ ની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી છે તેમજ એમ. કે ચૌધરીની બદલી પાટણ ખાતે કરવામાં આવી છે જેના પગલે રાજી વાપી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓનાં આ દૌરમાં દાહોદ જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ એલસીબીમાં ફરજ બજાવી રહેલા પી.આઈ બી. ડી. શાહ નવેમ્બર ૨૦૧૯ માં દાહોદ જિલ્લામાં પોસ્ટિંગ થઈને આવ્યા હતા. જે બાદ તેઓ લીમખેડા ખાતે ફરજ બજાવ્યા બાદ જાન્યુઆરી ૨૦૨૦ માં ન્ઝ્રમ્ માં પી.આઈ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક ગુનાઓનું ડિટેક્શન થયા હતા જેમાં પીપલોદ ખાતેની ચકચારી ધાડ, ઝાલોદ હાઈ પ્રોફાઈલ હિરેન પટેલ મર્ડર કેસ, આંધ્ર પ્રદેશમાં થયેલી ઘરફોડ ધાડમાં કુનેહપૂર્વક આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી જેલ ભેગા કરતા આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા ૧ લાખ રૂપિયાનું ઇનામ થી દાહોદ એલસીબીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમના કાર્યકાળ દરમિયાન ધાડ, લૂંટ,મર્ડર, છેતરપિંડી, ઘરફોડ ચોરી જેવા સંખ્યાબંધ કેસોનો ભેદ ઉકેલી આરોપીઓને પાંજરે પુરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

